ભારત વિકાસ પરિષદ – સૌરાષ્ટ્ર-કચ્છ
ભારત વિકાસ પરિષદ સમાજના જુદા જુદા વ્યવસાયો એ વિભિન્ન ક્ષેત્રોમાં કામ કરતા શ્રેષ્ઠત્તમ લોકોનું બિન રાજકીય, નિ:ર્સ્વાથ, સમાજસેવી સાંસ્કૃતિક રાષ્ટ્રીય સંગઠન છે. આ સંસ્થાની સ્થાપનાનો ઉદે્શ ભારતીય સમાજનો સર્વાંગી વિકાસ સાધવાનો છે. વિકાસની વ્યાખ્યામાં સામાજિક, સાંસ્કૃતિક, નૈતિક, રાષ્ટ્રીય, આધ્યાત્મિક વગેરે તમામ પ્રકારના વિકાસનો સમાવેશ થાય છે. આ હેતુથી પ્રબુદ્ધ અને સાધન સંપન્ન વર્ગે સમાજ કલ્યાણા કામ માટે પ્રેરણા આપવાનું તથા સેવા અને સંસ્કાર દ્વારા ગરીબ વર્ગનનો ઉત્થાન માટે કામ કરવા તરફ વાળવાનું કામ કરે છે.
ભારત વિકાસ પરિષદ – ગુજરાત રાજ્યમાં ગુજરાત મધ્ય, ગુજરાત ઉત્તર અને ગુજરાત સૌરાષ્ટ્ર-કચ્છ એમ ત્રણ પ્રાંતમાં વહેચવામાં આવેલ છે. આજે ગુજરાત રાજ્યમાં કુલ 73 શાખાઓ કાર્યરત છે.
ભારત વિકાસ પરિષદ – ગુજરાત સૌરાષ્ટ્ર-કચ્છમાં 12 જીલ્લા આવેલા છે. સુરેન્દ્રનગર, જુનાગઢ, દ્વારકા, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, જામનગર, ભાવનગર, મોરબી, પોરબંદર, બોટાદ, કચ્છ. હાલમાં રાજકોટમાં રામક્રિષ્ણનગર, આનંદનગર, અયોધ્યા, રણછોડનગર, નટરાજનગર, સોમનાથ (વેરાવળ), ધોરાજી, ઉપલેટા, જામનગર, જેતપુર, સુરેન્દ્રનગર, ગાંધીધામ, અંજાર, ભચાઉ, મુંદ્રા, ભુજ, કોડિનાર, મોરબી, માણાવદર, અમરેલી, જુનાગઢ, કેશોદ એમ કુલ 22 શાખા આવેલી છે.
ભારત વિકાસ પરિષદ – ગુજરાત સૌરાષ્ટ્ર-કચ્છમાં કુલ 7 સ્થાઈ પ્રોજેક્ટ્સ ચાલે છે. જેમાં તબીબી સાધન સહાય કેન્દ્ર, વિધવા બહેનોને અનાજ સહાય, સ્કોલરશીપ વિતરણ, બહેનો માટે સીવણ અને ભરત ગુંથણ ક્લાસ, ટિફિન સેવા, એકલ વિદ્યાલય, હોમીઓપેથી દવાખાનું વગેરે પ્રોજેક્ટ્સ ચાલે છે.
તબીબી સહાય કેન્દ્રમાં – Oxygen Cylinder and Oxygen Concentrator- Water bed- Air Bed-Fowler Bed-Table Top- Wheel Chair – Chair with Komod pan – Nebuliser – Suction machine – Back Rest etc. સાધનો રાખવામાં આવે છે.